ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીને 2019નો શાંતિનો નોબેલ પુરસ્કાર...
તાજેતરમાં નોર્વેના ઓસ્લો સ્થિત શાંતિ નોબેલ પુરસ્કાર સમિતિએ 2019ના શાંતિના નોબેલ ૫ુરસ્કાર માટે ઈથોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલીના નામની ઘોષણા કરી છે. અબી અહેમદ અલીએ તેના દુશ્મન દેશ ઈરિટ્રિયા સાથે બે દશકથી ચાલ્યો આવતો સંઘર્ષ સમાપ્ત કર્યો હતો. તેથી તેમને 2019નો શાંતિનો નોબેલ પુરસ્કાર એનાયત થશે. 2018માં ઈથોપિયાના પ્રધાનમંત્રી બન્યા બાદ અબી અહેમદે ત્યાં ઉદારીકરણની શરૂઆત કરી હતી. તેમણે હજારો વિપક્ષી કાર્યકર્તાઓને જેલમાંથી છોડી મૂક્યા હતા. તેમણે ઈથોપિયામાં ખૂબ મોટા પાયે આર્થિક અને રાજનીતિક ફેરફારો કર્યા હતા. તેમણે ઈરિટ્રિયાના રાષ્ટ્રપતિ ઈસાઈઆસ અફવેરકીની સાથે શાંતિ સમજૂતીના પ્રયત્નો કરી બંને દેશો વચ્ચેનો વિવાદ સમાપ્ત કર્યો હતો. આમ, ખરા અર્થમાં ‘શાંતિદૂત’ બનનારા અબી અહેમદ અલીને વિશ્વનું સૌથી મોટું સન્માન એનાયત થવા જઈ રહ્યું છે. જે ખૂબ ગૌરવની બાબત છે.